PART : 2 કસરતને રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવવી. / PART : 2 How to adapt exercise to daily life.
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC રોજિંદાજીવન દરમિયાન બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્યનું જોખમ વધે છે. એલિવેટર/ લિફ્ટ, વાસણ સાફ કરવાના મશીન, કપડાં સાફ કરવાના મશીન, રિમોટ કન્ટ્રોલ અને કમ્પ્યુટર જેવી આધુનિક તકનીકે તમારા દાદા-દાદી યુગના દૈનિક કામો અને પ્રવૃત્તિઓને દૂર કરી દીધી છે. આપણી નિષ્ક્રિયતાએ આપણને હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર/ઊંચ રક્તચાપ, હાઈ કોલેસ્ટ્રોલ અને અન્ય રક્તમાં રહેલ ચરબી, મેદસ્વીપણું, અને ટાઇપ-૨ ડાયાબિટીસ જેવા રોગો માટેનું ઘર બનાવ્યા છે. (આપણે નિષ્ક્રિય રહેવાનું અટકવાવું જોઈએ અને દરરોજ કેટલો સમય બેસીને નિષ્ક્રિય રહેવામાં વિતાવીએ છીએ તે શોધી ને ઓછું કરવું જોઈએ). આપણે સમયપત્રકમાં શારીરિક પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. શારીરિક પ્રવૃત્તિ એ નવરાશની કે મોજ શોખ માટેની પ્રવૃત્તિ નથી જે તમે ફક્ત ત્યારે જ કરો છો જો તમારી પાસે સમય હોય. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તે જરૂરી છે. પ્રારંભ ક્યાંથી કરવો? એવું કહેવામાં આવે છે કે તમે કસરત કરી શકો કે નહીં તે જોવા માટે તમારા ડોક્ટર સાથે વાતચીત કરવાને બદલે, ડાયાબિટીસ ધરાવતા લોકોએ તેમના ડોક્ટર સાથે એ વાતચીત કરવી જોઈએ કે શું તેઓ ક...