PART - 3 કસરત કર્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો & ડાયાબિટીક કોમ્પ્લિકેશન સાથે કસરત / PART - 3 Things to keep in mind after exercise Exercise with & diabetic complications

BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC

લોહીમાં ઓછી સુગરની (લો બ્લડ ગ્લુકોઝની) સારવાર


1. જો તમને લોહીમાં ઓછી સુગરના લક્ષણો હોય અને જો તમારી પાસે ગ્લુકોઝ/સુગરનું પ્રમાણ માપવાનું યંત્ર

હોય,તો તમારે આદર્શ રીતે લોહીમાં ગ્લુકોઝ/સુગરનું પ્રમાણ તપાસવું જોઈએ.

2. ત્યારબાદ લગભગ ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ ધરાવતી વસ્તુ ખાવી અથવા પીવી જોઈએ અને ૧૫ મિનિટ રાહ

જોવી જોઈએ. જો તેનું લોહીમાં ગ્લુકોઝ/સુગરનું પ્રમાણ હજી પણ ૭૦ થી ઓછું હોય અથવા તેને સારું ન

લાગતું હોય, તો તેણે ફરીથી ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ લેવું જોઈએ


ડાયાબિટીસની કોમ્પ્લિકેશન સાથે કસરત

1. જો તમને ડાયાબિટીસ સંબંધિત કોમ્પ્લિકેશન હોય, તો કસરતના તણાવપરીક્ષણની ભલામણ કરવામાં આવે છે. કેટલીક પ્રવૃત્તિઓ તમારા માટે અન્ય કરતા વધુ સલામત હોઈ શકે છે, અને તમે જે રીતે પ્રવૃત્તિઓ કરો છો તેમાં ફેરફાર થઈ શકે છે જેથી તમે તેને સુરક્ષિત રીતે કરી શકો.

2. જ્યારે તમને કોમ્પ્લિકેશન હોય ત્યારે મોટાભાગની મધ્યમ જીવનશૈલીવળી પ્રવૃત્તિઓ તમારી દૈનિક દિનચર્યામાં સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે અને તે પ્રવૃત્તિઓ કરવી પણ સલામત છે.


હ્રદય રોગ સાથે વ્યાયામ/કસરત



1. જો તમને હૃદયરોગ હોય તો કસરત ફાયદાકારક છે, પરંતુ જો ખૂબ જ વધારે કરો તો તે અસુરક્ષિત પણ હોઈ શકે છે. 

2. જ્યારે તમે પહેલી વાર તમારી શારીરિક તાલીમ શરૂ કરો છો ત્યારે તમે દેખરેખ હેઠળ કાર્ડિયાક પુનર્વસન કાર્યક્રમ પ્રમાણે કરો એ વધારે હિતાવહ છે. 

3. ચોક્કસપણે તમારા ડોક્ટર પાસેથી ફક્ત મધ્યમ ચાલવા અથવા પાણીની કસરતો કરતાં વધુ કરવા માટે પરવાનગી લેવી જોઈએ.


વધુ રક્તચાપ (હાયપરટેન્શન) સાથે કસરત (હાઈ બ્લડ પ્રેશર)

1. જો તમને હાઈપરટેન્શન હોય, તો ખાતરી કરો કે તમે નવી કસરત કાર્યક્રમ શરૂ કરો તે પહેલાં તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે કારણ કે કસરત પ્રત્યેનો બ્લડ પ્રેશરનો પ્રતિસાદ વધુ હોઈ છે.

2. જો તમને વધુ રક્તચાપ/હાઈ બ્લડ પ્રેશર હોય, તો ભારે વજન ઉપાડવા અને જે તાણ વધારી શકે એવી ખૂબ જ સખત પ્રવૃત્તિઓ ટાળવી શ્રેષ્ઠ છે જે તમારા બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે ચાલવા અને મધ્યમ પ્રવૃત્તિ તમારા બ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે.

3. બીટા બ્લોકર્સ જેવી કેટલીક દવાઓ શારીરિક પ્રવૃત્તિ પ્રત્યેતમારા હૃદયના ધબકારાનો પ્રતિસાદ બદલી નાખે છે અને હાઇપોગ્લાયસીમિયા/લોહી માં ઓછી સર્કરાના ચિહ્નો અને લક્ષણોને ઢાંકી કરી શકે છે. એટલે તમારા લોહીમાં ગ્લુકોઝ/સર્કરા અને રક્તચાપ/બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરી ખાતરી ખાતરી કરવી જોઈએ.


રેટિનોપેથી (આંખનો રોગ) સાથે કસરત

1. જો તમને વધારે પડતી ડાયાબિટીક રેટિનોપેથી હોય, તો તમારે એવી પ્રવૃત્તિઓટાળવી જોઈએ જે તમારી આંખો અથવા માથા પર દબાણ વધારે છે. હળવી અથવા પૃષ્ઠભૂમિ રેટિનોપેથી માં મોટાભાગની કસરત કરવામાં કોઈ વાંધો નથી. 

2.જો તમને ખાતરી ન હોય, તો તમારા ડોક્ટરને પૂછો કે તમારે આ પ્રકારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવી જોઈએ કે નહિ. (આમાં એવી કોઈ પણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે જેમાં તમારું માથું તમારી કમરથી નીચે હોવું જરૂરી હોય, જેમ કે તમારા અંગૂઠાને સ્પર્શ કરવો, વજન ઉપાડવું અને ઉચ્ચ અસરવાળી પ્રવૃત્તિઓ જેમ કે કૂદકા મારવા, જોગિંગ અને હાઈ - ઇમ્પેક્ટ એરોબિક્સ જેવી ખળભળાટ અથવા ઉછળવાનું કારણ બની શકે)


ન્યુરોપથી (ચેતારોગ) સાથે કસરત

1. જો તમને ડાયાબિટીસના કારણે ચેતારોગ/ન્યુરોપેથી હોય તો તમારા પગમાં સંવેદના ઓછી થઈ શકે છે. આના પરિણામે કસરત દરમિયાન તમારા પગમાં ઈજા થઈ શકે છે.

2. ચેતારોગને કારણે જો તમને પગમાં ફોલ્લા અને દુખાવો ન લાગે,અને તમે તે સમજ્યા વિના કસરત ચાલુ રાખો તો તો તમે તમારા પગને નુકસાન પહોંચાડી રહ્યા છો.

3. દોડવું, જોગિંગ કરવું અથવા લાંબા અંતર સુધી ચાલવું જેવી ઉચ્ચ અસર અને વજન ધરાવતી કસરતટાળો. એવી પ્રવૃત્તિઓ પસંદ કરો જે તમારા પગ પર ઓછો તણાવ લાવે, જેમ કે બાઇકિંગ, સ્વિમિંગ/તરવું, ખુરશીની કસરત અને ઘરના હળવા કામો. ફોલ્લા, લાલ પડેલ ચામડી અને ઇજાઓ માટે કસરત પછી તમારા પગ તપાસો. જો તેઓ ૨૪ કલાકની અંદર સુધરશે નહીં તો તમારા ડોક્ટર સાથે વાત કરો.


Treatment for Low Blood Glucose

If someone has symptoms of low blood glucose, they should ideally

check blood glucose with glucometer .


they should then eat or drink something containing about 15 grams

of carbohydrate and wait 15 minutes.


If blood glucose is still less than 70 or doesn’t feel better, they should

take 15 grams of carbohydrate again.


Exercising With Diabetes Complications


If you have diabetes-related complications, an exercise stress test is

recommended.


Some activities may be safer for you to do than others, and the way

you do the activities may be modified so you can perform them safely.


Most moderate lifestyle activities, the type that are encouraged to fit

into your daily routine, are safe to do when you have complications.


Following are some general guidelines for exercising if you have

diabetes complications.


Exercising With Heart Disease


If you have heart disease, exercise is still beneficial, but can also be

unsafe if it’s too strenuous.


Your doctor may suggest that you enter a supervised cardiac

rehabilitation program when you first begin your physical training.


Definitely get your doctor’s okay to do more than just moderate walking

or water exercises.


Exercising with Hypertension
(high blood pressure)


If you have hypertension, make sure your blood pressure is in control

before you begin a new exercise program since your blood pressure

response to exercise will be greater.


If you have high blood pressure, it’s best to avoid very strenuous

activities like heavy weight lifting and straining which can increase

your blood pressure significantly. But, keep in mind that walking and

moderate activity can lower your blood pressure.


Be sure to monitor your blood glucose and blood pressure.


Exercising with Retinopathy
(eye disease)


If you have advanced diabetic retinopathy, you should avoid activitiesthat increase pressure to your eyes or head.


Mild or background retinopathy is not a concern with most exercise.

If you’re not sure, ask your doctor is you should limit these types of

activities. 


This includes any activities that require your head to be below your

waist, such as touching your toes, weight lifting, and high-impact

activities that cause jarring or bouncing like jumping, jogging and

high-impact aerobics.


Exercising with Neuropathy
(nerve disease)


If you have diabetic neuropathy, you may have decreased sensation

to your feet. This can result in injury to your feet during exercise.


If you don’t feel blisters and soreness in your feet, you may continue

exercising without realizing that you’re hurting your feet. 


Avoid high-impact, weight-bearing exercise like running, jogging,

or walking long distances. Choose activities that put less stress on

your feet, like biking, swimming, chair exercise and light household

chores.


Check your feet after exercise for blisters, reddened areas, or injuries.

Call your doctor if they don’t improve within 24 hours.  


kindly contact your doctor before doing exercise in all above condition.


Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???