કોળાના બીજ (પમ્પકીન સીડ ) અને તેમના સ્વાસ્થ્યને લગતા લાભો / Pumpkin seeds (pumpkin seed) and their health benefits
કોળાના બીજ (પમ્પકીન સીડ ) અને તેમના સ્વાસ્થ્યને લગતા લાભો BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC ૧. કોળાના બીજ(પમ્પકીન સીડ ), જેને પેપિટા તરીકે પણ ઓળખવામાં આવે છે જે સપાટ અને ઘેરા લીલા બીજ હોઈ છે. કેટલાક પીળા-સફેદ છીણ/કુશ્કીમાં બંધાયેલા હોય છે. જોકે કોળાની કેટલીક જાતો કવચ વિના પણ બીજ ઉત્પન્ન કરે છે. ૨. કોળાના બીજ(પમ્પકીન સીડ ) કરકરા અને તેનો સ્વાદ બદામી/મીંજ જેવો હોય છે. ૩. કોળાના બીજ (પમ્પકીન સીડ )ખરેખર ખાવા માટે સૌથી પૌષ્ટિક બીજ છે. તે ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ્સ ધરાવતો સાચો મગજનો ખોરાક (બ્રેઇનફૂડ) છે. ઓમેગા-૩ ફેટી એસિડ માનસિક સ્વાસ્થ્ય સુધારવા, યાદશક્તિ વધારવામાં મદદ કરવા અને મગજના તંદુરસ્ત વિકાસને ટેકો આપવા માટેની તેમની ભૂમિકા માટે જાણીતા છે. ૪. કોળાના બીજ(પમ્પકીન સીડ ) મેગ્નેશિયમ અને ઝિંકનો સારો સ્ત્રોત છે અને તેથી તે મગજ પર શાંત અસર કરવા માટે જાણીતું છે. ૫. ટ્રિપ્ટોફેન એ કોળાના બીજ (પમ્પકીન સ...