કોળાના બીજ (પમ્પકીન સીડ ) અને તેમના સ્વાસ્થ્યને લગતા લાભો / Pumpkin seeds (pumpkin seed) and their health benefits



         કોળાના બીજ (પમ્પકીન સીડ ) અને તેમના    

                   સ્વાસ્થ્યને લગતા લાભો

       BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC

૧. કોળાના બીજ(પમ્પકીન સીડ ), જેને પેપિટા તરીકે પણ ઓળખવામાં આવે છે જે સપાટ અને ઘેરા લીલા બીજ હોઈ છે. કેટલાક પીળા-સફેદ છીણ/કુશ્કીમાં બંધાયેલા હોય છે. જોકે કોળાની કેટલીક જાતો કવચ વિના પણ બીજ ઉત્પન્ન કરે છે.

૨. કોળાના બીજ(પમ્પકીન સીડ ) કરકરા અને તેનો સ્વાદ બદામી/મીંજ જેવો હોય છે.

૩. કોળાના બીજ(પમ્પકીન સીડ )ખરેખર ખાવા માટે સૌથી પૌષ્ટિક બીજ છે. તે ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ્સ ધરાવતો સાચો મગજનો ખોરાક (બ્રેઇનફૂડ) છે. ઓમેગા-૩ ફેટી એસિડ માનસિક સ્વાસ્થ્ય સુધારવા, યાદશક્તિ વધારવામાં મદદ કરવા અને મગજના તંદુરસ્ત વિકાસને ટેકો આપવા માટેની તેમની ભૂમિકા માટે જાણીતા છે.

૪. કોળાના બીજ(પમ્પકીન સીડ )મેગ્નેશિયમ અને ઝિંકનો સારો સ્ત્રોત છે અને તેથી તે મગજ પર શાંત અસર કરવા માટે જાણીતું છે.

૫. ટ્રિપ્ટોફેન એ કોળાના બીજ (પમ્પકીન સીડ )માં હાજર એક આવશ્યક એમિનો એસિડ છે અને ૫-હાઇડ્રોક્સિટ્રિપ્ટોફેન (૫-એચટીપી) સેરોટોનિન (એક ન્યુરોટ્રાન્સમીટર-ચેતાતંત્રમાં રહેલ રસાયણ)ની રચનામાં જોઈતા ટ્રિપ્ટોફેનનું મધ્યવર્તી મેટાબોલાઇટ/રસાયણ છે. સેરોટોનિન એ મૂડ વધારનાર/સુધારનાર રસાયણ છે અથવા ''ફીલ ગુડ હોર્મોન'' તરીકે પણ ઓળખાય છે. ટ્રિપ્ટોફેન અને ૫-એચટીપી બંનેને ઉદાસીનતા (ડિપ્રેશન)ની સારવાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

૬. કોળાના બીજ(પમ્પકીન સીડ )એન્ટિઓક્સિડન્ટ્સ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને કોપરનો એક સારો સ્ત્રોત છે.તે ઝિંક અને લોહ તત્વ સહિતના અન્ય ખનિજોનો પણ સારો સ્ત્રોત છે. આ ઉપરાંત, કોળાના બીજ પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

૭. કોળાના બીજમાં(પમ્પકીન સીડ )એન્ટિઓક્સિડન્ટ, લિપિડ-લોઅરિંગ (લિપિડ ઘટાડવા વાળા ) અને હેપેટોપ્રોટેક્ટિવ (યકૃતનું ધ્યાન રાખવા વાળા) , એન્ટી કાર્સિનોજેનિક (કેન્સર થી દૂર રાખવા વાળા), એન્ટી-માઇક્રોબાયલ (જીવાણુંથી બચાવવા વાળા) અને એન્ટી ડાયાબિટીસ (ડાયાબિટીસ રોકવાના) ગુણધર્મો પણ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

કેવી રીતે સેવન કરવું:

તંદુરસ્ત ચરબીને જાળવવા માટે કોળાના બીજ કાચા હોવા ફાયદાકારક છે. બીજને રાંધેલી વાનગીઓ અને સલાડ, મુસેલી અથવા લાપસીમાં નાખી શકાય છે.

સૂતા સમયના થોડા કલાકો પહેલા કોળાના બીજ ખાવાથી આરામદાયક ઊંઘને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે.

કોળાના બીજને શુષ્ક શેકી (કોઈ વધારાના તેલના ઉપયોગ વિના) શકાય છે જો તે ઓછા તાપમાને (હંમેશાં ૧૭૦ F અથવા લગભગ ૭૬ C સે હેઠળ) કરવામાં આવવું જોઈએ. વધારાનું મીઠું ટાળવું પણ મહત્વપૂર્ણ છે.

ભલામણ કરેલ ડેઇલી ઇન્ટેક :

આશરે ૨ ટેબલસ્પૂન કવચ વાળા શેકેલા કોળાના બીજ(પમ્પકીન સીડ ).

Health benefits of pumpkin seeds



1. Pumpkin seeds, also known as pepitas, are flat, dark green seeds. Some are encased in a yellow- white husk (often called the "shell"), although some varieties of pumpkins produce seeds without shells,

2. Pumpkin seeds have a chewy texture and a nutty flavor.

3. Pumpkin seeds are actually one of the most nutritious seeds to eat. They are a true brainfood containing omega-3 and omega-6 fatty acids. The omega-3 fatty acids are known for their role in improving mental health, aiding memory and supporting healthy brain development.

4. Pumpkin seeds are also a good source of magnesium and zinc and hence have a calming effect on the brain.

5. Tryptophan is an essential amino acid present in pumpkin seeds and 5-hydroxytryptophan (5-HTP) is the intermediate metabolite of tryptophan in the formation of the neurotransmitter serotonin. Serotonin is a mood enhancer or also known as "feel good hormone”. Both tryptophan and 5- HTP are promoted as treatment for depression.

6. Pumpkin seeds are also a good source of
Antioxidants, phosphorus, magnesium, manganese and copper. They are also a good source of other minerals including zinc and iron. In addition, Pumpkin seeds are a good source of protein.

7. The seeds have also shown to possess antioxidant, Lipid-lowering, and hepatoprotective, anti- carcinogenic, anti-microbial and anti-diabetic properties.

  How to consume:

1. It is beneficial to have pumpkin seeds raw in order to preserve the healthy fats. The seeds can be tossed Into cooked dishes and salads, muesli or porridge.


2. Eating pumpkin seeds a few hours before bed time Will help promote a restful sleep.

3. Roasting can be done provided that it is carried out At a low temperature (always under 170F, or about 76C) and that it is dry roasting (not involving the use of any additional oils). Also important is avoidance of added salt.

Recommended intake:

Approximately 2 tablespoons of unshelled roasted Pumpkin seeds.

Comments

Popular posts from this blog

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???