કળથીના સ્વાસ્થ્ય લાભો / The health benefits of kalthi


BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC



                 કળથીના સ્વાસ્થ્ય લાભો

1. અધ્યયનોએ દર્શાવ્યું છે કે કળથીમાં શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા છે અને મેદસ્વીપણાને ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે તેમાં ડાયેટરી ફાઇબરની માત્રા વધુ હોય છે.

2. તે બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે અને ટાઇપ ૨ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં પણ મદદ કરે છે. કળથીના બીજ લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડવામાં વધુ લાભ આપે છે આથી ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિના આહારમાં કળથીની વાનગીઓનો સમાવેશ મદદરૂપ થાય છે.

3. અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે કાચા કળથીના બીજ કાર્બોહાઇડ્રેટના પાચનને ધીમું કરીને અને પ્રોટીન (ટાયરોસિન ફોસ્ફેટાઇઝ-1 બીટા એન્ઝાઇમ) ને અવરોધિત કરીને જમ્યા પછીનું શર્કરાનું સ્તર (પોસ્ટપરેન્ડીઅલ હાઈપરગ્લાયકેમિઆ) ઘટાડવાની ક્ષમતા છે.

4. કળથીમાં વિવિધ પોલિફિનોલ્સ હોઈ છે જે એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે, આ એન્ટિઓક્સિડન્ટ્સ બીજકોટમાં કેન્દ્રિત હોઈ છે જે શરીરના કોષોને મુક્ત રેડિકલથી ઓક્સિડેટિવ નુકસાનથી રોકવામાં મદદ કરે છે.

5. તે ****Flatulence પેટ ફૂલી ને ઓછું કરે છે (તે પેટનું ફૂલવું ઘટાડે છે) અને અપચો ઘટાડે છે. તે આંતરડામાં રહેલ પરોપજીવીઓને નાબૂદ કરવામાં પણ મદદ કરે છે.

6. આયર્નની વધુ માત્રાને કારણે કળથી સ્ત્રીઓમાં આયર્નની ઉણપ ઘટાડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ અનિયમિત માસિક અને વધુ પડતા રક્તસ્ત્રાવની સારવારમાં કરવામાં કરવામાં આવે છે.

7. કળથીમાં ડાઈયુરેટિક ગુણધર્મો પણ છે.

                       કેવી રીતે સેવન કરવું?



કળથીને આખી રાત પલાળવું જોઈએ અને પછી પાણી ને ફેંકી દેવું. આ પલાળેલા કઠોળને કરી અને સૂપમાંવાપરવા માટે બીજા દિવસે બાફીને વાપરવું જોઈએ. કળથીના લોટનો ઉપયોગ પિથલા  નામની લોકપ્રિય કરી બનાવવા માટે કરી શકાય છે.



                   Health benefits of horse gram

1. Studies have demonstrated that horse gram has the ability to reduce cholesterol in the body and helps reducing obesity because it has high amount of dietary fibre.

2. It helps to reduce blood sugar and also helps reduce insulin resistance in type 2 diabetes. Horse gram seeds offer greater benefits in reducing blood sugar levels. Inclusion of horse gram recipes in diet of a person with diabetes is helpful.

3. Studies have found that raw horse gram seed has the ability to reduce post-prandial hyperglycaemiaby slowing down carbohydrate digestion and reducing insulin resistance by inhibiting protein-tyrosine phosphatise-1 beta enzyme.

4. Various polyphenols in horse gram have  demonstrated antioxidant properties. These antioxidants are concentrated in the seed coat. They help in preventing body cells from oxidative damage from free radicals.

5. It reduces flatulence and reduces indigestion. It also helps to eradicate intestinal parasites.

6. Due to high amount of iron, horse gram helps in reducing iron deficiency in women. It has been used in treating irregular periods and excessive bleeding.

7. Horse gram has diuretic properties too.

How to consume?



Horse gram has to be soaked overnight and the water has to be discarded. These soaked beans have to be pressure cooked next day to be used in curries and soups. Kulith flour can be used to make a popular curry called 'pithala'.




Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???