SUPERFOOD YOGURT/ સુપરફૂડ: દહીં
સુપરફૂડ: દહીં BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC દહીં એ ઘરેલું દૂધનું ઉત્પાદ છે અને મોટાભાગના ભારતીય ઘરોમાં હરરોજ બનાવવામાં આવે છે. દહીં ગાયના દૂધ, ભેંસના દૂધ અથવા બકરીના દૂધમાં છાસ નાખીને બનાવાય છે.(તેને સ્ટાર્ટર કલ્ચર કહેવામાં આવે છે કારણ કે તે આથો લાવવાની પ્રક્રિયા શરૂ કરે છે). લેક્ટિક એસિડ બેક્ટેરિયાની એક અથવા મિશ્ર જાતો આ આથો લાવવાની પ્રક્રિયા કરે છે. લેક્ટોબેસિલસ સ્ટ્રેન્સ દરેક ઘરમાં અલગ પડે છે કારણ કે ત્યાં કોઈ પ્રમાણભૂત(એક સરખુ) મેરવણ નથી હોતું. દહીંને ઉપચારક ખોરાક (હીલિંગ ફૂડ) તરીકે ગણવામાં આવે છે કારણ કે તે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે દૂધ કરતાં પચવામાં સરળ છે અને આથો લાવવાની પ્રક્રિયામાં લેક્ટોઝ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે, તેથી લેક્ટોઝ અસહિષ્ણુતા (ઇંટોલેરેન્સ)ધરાવતા ઘણા લોકો પણ દહીં ખાઈ શકે છે. દહીં પ્રોબાયોટિક છે કારણ કે તે આંતરડાને તંદુરસ્ત માઇક્રોફ્લોરા (સ્વસ્...