SUPERFOOD YOGURT/ સુપરફૂડ: દહીં
સુપરફૂડ: દહીં
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC
દહીં એ ઘરેલું દૂધનું ઉત્પાદ છે અને મોટાભાગના ભારતીય ઘરોમાં હરરોજ બનાવવામાં આવે છે.
દહીં ગાયના દૂધ, ભેંસના દૂધ અથવા બકરીના દૂધમાં છાસ નાખીને બનાવાય છે.(તેને સ્ટાર્ટર કલ્ચર કહેવામાં આવે છે કારણ કે તે આથો લાવવાની પ્રક્રિયા શરૂ કરે છે).
લેક્ટિક એસિડ બેક્ટેરિયાની એક અથવા મિશ્ર જાતો આ આથો લાવવાની પ્રક્રિયા કરે છે.
લેક્ટોબેસિલસ સ્ટ્રેન્સ દરેક ઘરમાં અલગ પડે છે કારણ કે ત્યાં કોઈ પ્રમાણભૂત(એક સરખુ) મેરવણ નથી હોતું.
દહીંને ઉપચારક ખોરાક (હીલિંગ ફૂડ) તરીકે ગણવામાં આવે છે કારણ કે તે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
તે દૂધ કરતાં પચવામાં સરળ છે અને આથો લાવવાની પ્રક્રિયામાં લેક્ટોઝ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે, તેથી લેક્ટોઝ અસહિષ્ણુતા (ઇંટોલેરેન્સ)ધરાવતા ઘણા લોકો પણ દહીં ખાઈ શકે છે.
દહીં પ્રોબાયોટિક છે કારણ કે તે આંતરડાને તંદુરસ્ત માઇક્રોફ્લોરા (સ્વસ્થ માટે સારા જીવનુંઓ) આપે છે અને તેથી તે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે.
દહીંના પોષક તત્વો ને લગતા તથ્યો :-
૧. પ્રોબાયોટિક (જે રોગકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે)
૨. કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત
૩. દહીંમાં ટ્રિપ્ટોફન હોય છે જે ઊંઘ અને આરામ લાવવામાં મદદ કરે છે.
૪. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
૫. ઓછુ કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક -૧ કપ દહીં માત્ર ૧૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોઈ છે
૬. જ્યારે દહીં ફળો/ઓટ્સ જેવા અન્ય કેટલાક કાર્બોહાઇડ્રેટ સ્ત્રોત સાથે લેવામાં આવે ત્યારે તે કસરત દરમ્યાન અથવા કસરત પછીનો સારો નાસ્તા બની જાય છે.
ટાઇપ ૨ ડાયાબિટીસમાં દહીંના ફાયદા :
દહીંમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે તેને ડાયાબિટીસધરાવતા લોકો માટે આદર્શ બનાવે છે. દહીં આંતરડાને તંદુરસ્ત માઇક્રોફ્લોરા પ્રદાન કરે છે, જે ગ્લુકોઝ ચયાપચયમાં મદદ કરે છે.
લિપિડ પ્રોફાઇલ (કોલેસ્ટ્રોલ)ને સુધારવામાં દહીંના ફાયદા :
ડાયાબિટીસ ધરાવતા લોકોને હૃદય રોગો અને ખરાબ કોલેસ્ટ્રોલને કારણે થતા રોગોનું જોખમ વધારે હોય છે. દહીંનું સેવન કુલ કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ-કોલેસ્ટ્રોલ)ને ઘટાડવામાં મદદ કરે છે. ઓછી ચરબીવાળો દહીં હાઈપરટેન્શન/BP નું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.
અનિદ્રામાં મદદ કરે છે:
અનિદ્રાવાળા લોકોને રાત્રે સૂવામાં તકલીફ થાય છે અને ચિંતા, હતાશ અને ચીડિયાપણું અનુભવી જાગી જાય છે. દહીંમાં રહેલા ટ્રિપ્ટોફેન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન B5 અને વિટામિન બી12 અનિદ્રાને દૂર કરવામાં મદદ કરે છે.
કેવી રીતે સેવન કરવું?
દહીંનો ઉપયોગ એકલા અથવા ફળો સાથે સ્મૂધીના રૂપમાં કરી શકાય છે, ઝીણા સમારેલા શાકભાજી સાથે મેળવીને રાયતા બનાવી શકાય છે, હેંગ દહીંનો ઉપયોગ હેલ્ધી ડીપ્સ, સ્પ્રેડ બનાવવા માટે કરી શકાય છે. બપોરે અને રાત્રે ભોજન સાથે એક કપ દહીંનું સેવન કરી શકાય છે.
Superfood: Curd
Curd or Dahi is a homemade milk product and is prepared in most Indian households on a daily basis.
Nutritional facts of curd
1. Probiotic (which prevents the growth of pathogenic bacteria)
2.Good source of calcium and protein
5. Low carbohydrate food-1 cup curd provides around 10g of carbohydrate
6. When combined with some other carbohydrate source like fruit/oats it makes a good pre workout or post workout snack Health benefits of curd
Beneficial in type 2 Diabetes: Curd has a low glycaemic index and high protein content which makes it ideal for people with diabetes. Curd offers healthy microflora to the gut, which helps in glucose metabolism.
How to consume?
Curd can be consumed plain or combined with fruits in form of smoothies, can be combined with chopped vegetables to form raita, hung curd can be used to make healthy dips, spreads. A cup of curd can be consumed with lunch and dinner.
Comments
Post a Comment