સરગવાના પાન ફાયદાઓ..

 

BY DIETICIAN TWINKLE PRAJAPATI APEX CLINIC

સરગવાના પાન (મોરિંગા-ડ્રમસ્ટિક લીવ્સ) ના સ્વાસ્થ્ય લાભો



બ્લડ સુગર લેવલ પર અસર!

"મોરિંગાના પાંદડામાં ક્વેર્સેટિન હોય છે જે એક એન્ટીઑકિસડન્ટ છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને અન્ય એન્ટીઑકિસડન્ટ ક્લોરોજેનિક એસિડ છે જે બ્લડ સુગરના સ્તરને સ્થિર કરે છે. મોરિંગામાં જોવા મળતું ક્લોરોજેનિક એસિડ શરીરને ખાંડને સારી રીતે પ્રક્રિયા કરવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિનને પણ અસર કરે છે." બ્લડ શુગર લેવલને સારું કરે છે

સરગવાની ફળીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. સાથે તેના પાન શરીરમાં રક્ત શર્કરાને પણ ઘટાડે છે. આ સિવાય ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે


મોરિંગા હાડકાના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરી શકે છે...

મોરિંગાના પાંદડા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. મોરિંગાને વિવિધ ખોરાક અને પીણાંમાં ઉમેરી શકાય છે. કેલ્શિયમ, આયર્ન અને અન્ય વિટામીનથી ભરપૂર સરગવો હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના રસના નિયમિત સેવનથી દૂધની સાથે લેવાથી હાડકા પણ મજબૂત કરે છે. પરંતુ શક્ય હોય તો ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું.

લોહીને સાફ કરે છે...

એક રિપોર્ટ અનુસાર સરગવાના પાન અને ફળમાં લોહીને સાફ કરવાની તાકાત હોય છે.સાથે તે એક શક્તિશાળી એન્ટીબાયોટિકના રૂપમાં પણ કામ કરે છે. તેનો સૂપ કે જ્યૂસનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.


વજન ઘટાડવામાં કરે છે મદદ...

સારા સ્વાસ્થ્ય માટે પણ તેમાં અનેક જરૂરી તત્વો હોય છે. તેમાં પૂરતું વિટામીન બી મળે છે. તે પાચનક્રિયાને સારી કરે છે અને સાથે તેને ખાવાથી પેટમાં ફેટ નહીં બને. આ સિવાય તેનાથી એનર્જી મળે છે. ફાઈબર હોવાના કારણે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.


પેટની તકલીફ દૂર થાય...

અઠવાડિયામાં એક વાર સરગવાનો સૂપ તેમજ શાક ખાવાથી પેટને લગતી તકલીફો દૂર થાય છે. સરગવામાં રહેલા ગુણો તમારી પાચન શક્તિ મજબૂત બનાવે છે.


સરગવામાં છે આ તત્વો....

સરગવામાં અનેક ઔષધિય ગુણો હોય છે. આ શરીરની ઈમ્યુનિટી વધારવામા મદદ કરે છે અને સાથે જ સંક્રમણથી પણ રાહત આપે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, જસ્તા, મેગ્નેશિયમ, આયરન અને કોપર પણ પુષ્કળ પ્રમાણમાં હોવાથઈ તે ખૂબ જ લાભદાયી છે. આ કારણ છે કે તેના પાન, ફૂલ, ફળ, બીજ, જડને પણ દવાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.


અન્ય ફાયદાઓ..

રોગપ્રતિકારક શક્તિ વધે છે

પથરી બહાર કાઢે છે

કોલેસ્ટેરોલ ઓછું કરે છે

બ્લડપ્રેશર સામાન્ય રાખે છે

પાચન સુધારે છે

દાંતને પોલાણથી બચાવે છે

પેટના કીડાઓથી છુટકારો મળે છે

સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક




Comments

Post a Comment

Popular posts from this blog

શું ડાયાબીટીક લોકો એ મકાઈ ખાઈ શકાય ??? / Can diabetic people eat corn ???

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????