આજે જાણો રાગીના 5 સુપર ફાયદા અને તેનો વપરાશ કેવી રીતે કરવો. / Today, know the 5 super benefits of ragi and how to use it.

 BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC


રાગી મા અમુક એવા તત્વો આવે છે જે આપણને બીમારી થી દુર રાખે છેરાગી મા અમુક એવા એસિડ 
અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે શરીરને ચેપ સામે રક્ષણ આપે છે અને ઓક્સિડેશન ઘટાડે છે. જે 
આપડી ચામડી નું ધ્યાન રાખે છે.

આજે અમે લાવ્યા છીએ રાગી ના ફાયદા......

હાડકા મજબુત કરે:


રાગી મા ભરપુર પ્રમાણ મા કેલ્સિયમ હોય છે જે આપડા હાડકા અને માંસપેશીને મજબુત રાખવામાં મદદ કરે છે. 

હાડકા ની બીમારી કેલ્સિયમ ની ઉણપ ની લીધે થાય છે પણ જો રાગી નું સેવન કરવામાં આવે તો આપણે એમાંથી જલ્દી મુક્ત થઇ જશું.

બાળકો મા જો રાગી નું સેવન કરવામાં આવે તો એના હાડકા બાળપણ થી મજબુત થાય છે.


વજન ઘટાડો:


આજ કાલ બધા લોકો ને વધારે વજન ની સમસ્યા હોય છે.અલગ અલગ દવાઓ અને કસરત થી વજન ઘટાડવામાં લોકો નિષ્ફળ થાય છે

રાગી મા એમીનો એસિડ અને ટ્રીપટોફેન હોય છે જે આપડા શરીર પર જામેલી ચરબી દુર કરે છે એટલા માટે

રાગી નું સેવન આપણને વજન ઘટાડવામાં મદદ રૂપ સાબિત થાય છે

રાગીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી લાંબા સમય સુધી ફુલફિલ રાખે છે. ૧ કપ રાગીના લોટમાં આશરે ૧૬.૧ ગ્રામ ફાઈબર હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.


ડાયાબીટીસ કંટ્રોલ કરે :


આજ કાલ ડાયાબીટીસ ના દર્દી વધારે જોવા મળે છે. રાગી મા રહેલું તત્વ જે ડાયાબીટીસ ના દર્દી નું સુગર લેવલ કંટ્રોલ કરે છે.

રાગી નું સેવન કરવાથી ડાયાબીટીસ કંટ્રોલ મા રહેશે અને તમે સ્વસ્થ રહેશો.


બી.પી.(બ્લડપ્રેશર) કંટ્રોલ કરે :


બ્લડપ્રેશર ની સમસ્યા હવે સામાન્ય થઇ ગઈ છે. રાગી ની બનેલી રોટલી ખાવાથી આપડું બ્લડ પ્રેસર નિયંત્રિત રહે છે.

રાગી નું રોજ સમયસર સેવન કરવાથી અને તેની સાથે લીંબુ પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલ મા રહેશે.

રાગી મા અમુક એવા તત્વો આવે છે જે આપણા બ્લડપ્રેશરને કંટ્રોલ મા રાખશે.


પાચન શક્તિ સુધારે :


રાગી એક જાતનું વરદાન છે આપણા માટે. રાગી મા રહેલા ફાઈબર અને સીરીઅલ એસીડ આપણા શરીરની પાચન શક્તિ એકદમ સ્વસ્થ અને સારી રાખે છે.

રાગી નું રોજ સેવન કરવાથી તમને કબજીયાત ની તકલીફ પણ દુર થશે અને પાચન ક્રિયા પણ રસ ચાલશે..

ન્યુટ્રીશન ઇન્ફોર્મેશન : ૧ કપ ( ૧૪૪ ગ્રામ ) રાગીનો લોટ 

કેલેરી            : ૪૭૨ kcal

પ્રોટીન          : ૧૦.૫ gm

કાર્બોહાઇડ્રેટ્સ : ૧૦.૩ gm 

ફેટ              : ૧.૮૭ gm  

ફાઈબર         : ૧૬.૫૬ gm 

મેગ્નેસિયમ      : ૪૦૭ mg 

કેલ્શિયમ       : ૪૯૬ mg


રાગીનો ઉપયોગ: 

 રાગી ઢોસા, રાગી ઈડલી, રાગી ચીલા, રાગી ઉત્તપમ, રાગીનો શિરો, રાગિની સુખડી , રાગી થેપલા 


રાગીને  તમે અન્ય લોટ સાથે મિક્સ કરી રોટી અને બ્રેડ બનવવામાં પણ ઉપયોગ કરી શકો છો. 


    



Comments

Popular posts from this blog

વજન ઘટાડવા માટે તમારે કેટલી કસરત કરવાની જરૂર છે?//How Much Exercise Do You Need to Lose Weight?

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level