પાયોરિયા શું છે.? -- ડાયાબિટીસના દર્દીઓએ દાંત માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો / What is pyorrhoea.? -- Things that diabetics need to take special care of for teeth

                                                                 

                            ડાયાબિટીસના દર્દીઓએ દાંત  માટે  ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો 

                                                                   પાયોરિયા શું છે.?

  •  પાયોરિયા એ પેઢાનો અને પેઢાની નીચેનાં દાંતનો આધાર આપતા હાડકાનો રોગ છે. જેમાં પેઢામાં રસી થવાથી હાડકુ નુકશાન પામે છે, જેથી દાંત હલવા માંડે છે. મોઢાના બેકટેરિયા આખા શરીરમાં પણ ફેલાય છે માટે સારવાર ખુબ જરૂરી છે.

  • સમય જતા જો સારવાર કરવામાં ના આવે તો તે સ્વાસથ્ય ને જોખમમાં મૂકે એવે રોગો જેવા કે ડાયાબિટીસ, હૃદયરોગ તથા સ્ટ્રોક જેવી સમસ્યાઓ સર્જે છે.




 પાયોરિયા ના લક્ષણો:-

  •  પેઢામાં સોજો આવવો.
  •  પેઢામાંથી લોહી નીકળવુ.
  •  મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવવી.
  • દાંત હલવા લાગવા અને દાંત વચ્ચે જગ્યા થઇ જવી.




 પાયોરિયા અને ડાયાબિટીસ વચ્ચેની કડી:-

  • ડાયાબિટીસવાળા દર્દીઓને સામાન્ય સ્વાસ્થ્ય વ્યક્તિઓ કરતા પેઢાના રોગો થવાની સંભાવના વધુ હોય છે, કારણ કે તેઓને ચેપ લાગવાની શક્યતા પણ ઘણી વધુ હોઈ છે.
  •  જે લોકોના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં નથી તેઓને ખાસ કરીને જોખમ રહેલું છે.
  •  ઘણીવાર પાયોરિયાને ડાયાબિટીસને કારણે થતુ કોમ્પ્લિકેશન માનવામાં આવે છે.
  • કેન્ડિડાયાસીસ (oral thrush) એ મોઢામાં થતુ ઇન્ફેકશન છે જે લાળમાં વધારે પડતા ગ્લુકોઝને કારણે થાય છે.

6. Full Body Chart in Gujarati



  • મોઢું સુકાવવુંની અનુભૂતિ, દાંતનું હલીને પડી જવુ અને મોઢામાં રસી ભરેલ ફોલ્લા થવા, એ ડાયાબિટીસના ખુબ જ સામાન્ય લક્ષણો છે.
  •  દર્દીઓમાં રૂઝ આવવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે.
  •  પેઢાના રોગની સારવારથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડસુગર ના સ્તરને સુધારવામાં મદદ મળી શકે છે, માટે તમારા દાંત અને પેઢાની સંભાળ લો.
  •  ડેન્ટિસ્ટ તમારી ડાયાબિટીસ મેનેજમેન્ટ ટીમનો જ એક ભાગ છે.
  •  દરેક મુલાકાત પર તમારા આરોગ્યમાં અને લોહીમાં ગાળેલી ગ્લુકોઝની માત્રા અને દવાઓમાં થયેલ બદલાવ માટે તમારા ડેન્ટિસ્ટને ચેતવો.

  •  યાદ રાખોકે ડાયાબિટીસ અને પાયોરિયા બંને ધીમા ઝહેર સમાન છે.તે ઉધઈની જેમ ક્યારે મોટુ નુકસાન કરી બેસે તેનો ખ્યાલ ખુબ મોડો આવે છે, માટે સજાગ રહી અને દર છ મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવુ ખુબ જરૂરી છે. 
 


                                    `                                from-DR.POONAM PATEL,                                             
                                                                               DR.SALONI JIVANI

Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

વજન ઘટાડવા માટે તમારે કેટલી કસરત કરવાની જરૂર છે?//How Much Exercise Do You Need to Lose Weight?

યુરિક એસિડ માટેનો 5 શ્રેષ્ઠ આહાર/ TOP 5 BEST FOOD FOR URIC ACID