બેસ્ટ ડાયાબિટીસ ફ્રેન્ડલી સ્મૂધીઝ / Best Diabetes Friendly Smoothies






  બેસ્ટ ડાયાબિટીસ ફ્રેન્ડલી સ્મૂધીઝ


  BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC

ડાયાબિટીસ હોવું  એ ચિંતાનું કારણ જરૂર છે,પણ તેનો અર્થ એ નથી કે તમારે તમારા બધા મનપસંદ ખોરાકને તમારા આહારમાંથી સંપૂર્ણપણે દૂર કરવાની જરૂર છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે કાર્બોહાઇડ્રેટ અને સુગરમાં કાપ મૂકવો મહત્વપૂર્ણ છે, પરંતુ જટિલ કાર્બોહાઇડ્રેટ, તેમજ ફળો અને શાકભાજીમાં જોવા મળતી સુગરથી ડરવું ના જોઈએ.

જો કે આ ઘટકો પર હજી પણ દેખરેખ રાખવાની અને એક પ્રમાણ સુધી મર્યાદિત રાખવાવું જરૂરી છે, પરંતુ સ્મૂધીઝમાં તાજા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો એ તમારા આહારના એકંદર પોષક તત્વોની માત્રા વધારવાનો એક ઉત્તમ માર્ગ છે.


સ્મૂધીઝ કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓને મદદ કરે છે.

ટાઇપ ૨ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે બ્લડ સુગરના સ્તરને સામાન્ય બનાવવામાં સ્મૂધીઝ મદદ કરી શકે છે તેનું કોઈ જાદુઈ ઘટક અથવા ચોક્કસ કારણ નથી, પણ તે વ્યક્તિના આહારને સાફ કરવાથી લઈને શરીરમાં પોષક તત્વોની સંખ્યા એકંદરે વધારવા સુધીની વસ્તુઓનો સંગ્રહ/સંચય છે.

આ સ્મૂધીઝ ડાયાબિટીસના દર્દીઓને કેવી રીતે મદદ કરે છે તે માટે નીચે મુજબના ત્રણ કારણો છે.

1. વજનમાં ઘટાડો

ટાઇપ ૨ ડાયાબિટીસ થવા માટે વધુ વજન હોવું એ જાણીતુ પરિબળ છે. જેઓ આહાર અને કસરત દ્વારા તેમના વજનનું સંચાલન કરી શકે છે તેઓ ટાઇપ ૨ ડાયાબિટીસ થવાની સંભાવનાને અસરકારક રીતે ઘટાડી શકે છે અને જેમને ટાઇપ ૨ ડાયાબિટીસ છે તેઓ ડાયાબિટીસ નિયંત્રણ સારી રીતે કરી શકે છે.

સ્મૂધીઝએ યોગ્ય ભોજનનો પરિયાય બનીને વજન ઘટાડવામાં મદદ કરે છે જે શરીરના એકંદર સ્વાસ્થ્યને વધારવા માટે આવશ્યક મેક્રોન્યુટ્રિઅન્ટ્સ તેમજ વિટામિન્સ, ખનિજો અને અન્ય પોષક તત્વો પણ પ્રદાન કરે છે.

2. ઊર્જામાં વધારો

સ્મૂધીઝએ કુદરતના ઉર્જાદાયક પીણા (એનર્જી ડ્રિન્ક) જેવી હોય છે જે તાજા ફળો અને શાકભાજીમાંથી બનાવવામાં આવે છે.

સ્મૂધીઝ આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે અને ઊર્જાનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે. 

ઊર્જામાં આ વધારો તમને કસરત તરફ દોરી શકે છે, જે વજન ઘટાડવાની તેમજ ડાયાબિટીસ ને નિયંત્રણ કે નાબૂદ કરવાની બીજી મહાન રીત છે.

3.સારો આહાર

દૈનિક સ્મૂધીઝ લેવી એ પ્રોસેસ્ડ ફૂડ્સ અને કૃત્રિમ જંકફૂડને આહારમાંથી દૂર કરવાની એક ખાતરીપૂર્વક

રીત છે. 

જયારે સમયની ઉણપ હોઈ ત્યારે રસ્તામાં લેવાતા નાસ્તાને બદલે, ઘરે બનાવેલી સ્મૂધી તેટલી જ ઝડપથી બનાવી શકાય છે અને તે વધુ પોષણ પ્રદાન કરે છે. 

સ્મૂધીઝ પૌષ્ટિક નાસ્તા માટે પણ બનાવી શકાય છે જે તૃષ્ણા/ભૂખને ઓછી કરવામાં અને ભોજનના સમય સુધી ભૂખ સંતોષવામાં મદદ કરી શકે છે.


૫ સ્મૂધીઝ ડાયાબિટીસના દર્દીઓ માટે

નીચેની બધીજ સ્મૂધીઝ અવિશ્વસનીય રીતે પૌષ્ટિક છે અને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે યોગ્ય છે. 

દિવસમાં ઓછામાં ઓછા એકનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો જેથી તમારા એકંદર પોષણને વધારવા અને તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવામાં તે મદદ કરી શકે.


૧. ચોકલેટ પાલક સ્મૂધી

(૧ વાર પીવા માટે)

 ૨ કપ પાલક

 અડધો કપ સ્ટ્રોબેરી

 અડધુ કેળુ

 ૧ સ્કૂપ ચોકલેટ પ્રોટીન પાવડર

 ૧ નાની ચમચી તજ

 ૧ ટેબલસ્પૂન અળસી

 ૧ ટેબલસ્પૂન ચિયા બીજ

 ૧ કપ બદામનું દૂધ અથવા પાણી

બરફ જરૂરિયાત મુજબ

આ સ્મૂધી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબીનું સ્વાદિષ્ટ સંતુલન છે જે તેમાં રહેલ આવશ્યક ઓમેગા-3 ફેટી એસિડ્સ સાથે જે હૃદયના સ્વાસ્થ્યને વેગ આપે છે અને સોજો ઘટાડે છે.

આ ચોકલેટ પાલક સ્મૂધી એક ચોકલેટ ટ્રીટ ( ચોકલેટ ની દાવત) છે જેનો તમે સવારે કોઈ સંકોચ વિના આનંદ માણી શકો છો!

***નોંધો – પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા પહેલા તેની ખાંડની માત્રા તપાસવાની ખાતરી કરો.


૨. ઓછા કાર્બોહાઇડ્રેટ(લો કાર્બ) વાળ સ્ટ્રોબેરી સ્મૂધી

(૧ વાર પીવા માટે)

 ૫ તાજી સ્ટ્રોબેરી

 ૧ કપ બદામનું દૂધ ખાંડ વગરનું

 અડધો કપ સાદુ દહીં

 સ્ટેવિયા, સ્વાદ અનુસાર

મુઠ્ઠીભર બરફ

આ સ્મૂધી ક્રીમી અને સ્ટ્રોબેરીના સ્વાદથી છલકાએલી હોય છે. સાદા ગ્રીક દહીંનો ઉપયોગ કરવાથી તે વધારાની ખાંડ વિના આ સ્મૂધીની અંદર પ્રોટીનની માત્રામાં વધારો કરે છે,જોકે દહીંમાં કેટલી ચરબી છે તેના આધારે તેને આહારમાં લેવાની માત્રા બદલાશે.


૩. ઓટમીલ/જવ બ્રેકફાસ્ટ સ્મૂધી

(૧ વાર પીવા માટે)

 અડધો કપ રોલ્ડ ઓટ્સ/પીસેલા જવ

 1/2 કેળુ

 ૧ કપ બદામનું દૂધ ( ખાંડ વગરનું)

 ૨ ટેબલસ્પૂન/ચમચી અળસી

 ૧ નાની ચમચી કોફી અર્ક

નાસ્તામાં રાંધેલું ઓટમીલ/જવની વાનગી ખાવાને બદલે, તેને તમારી સ્મૂધીમાં કાચું ઉમેરવાનો પ્રયાસ કરો! 

આ ઓટમીલ/જવની સ્મૂધીમાં પીસેલા જવ(રોલ્ડ ઓટ્સ)નો ઉપયોગ કરવો જોઈએ જે બલ્ક અને ફિલિંગ ફાઇબરનો જાણીતો સ્ત્રોત છે.

જોકે જાજી વાર બ્લેન્ડરથી બનાવથી ઓટ્સ સરળ રીતે મિશ્રિત થઇ જાય છે જેથી તમને ખબર પણ નહીં પડે કે તે તમારા પીણામાં ઉમેરેલ છે.


૪. હિડન વેજી સ્મૂધી

(૧ વાર પીવા માટે)

 ૧ કપ બદામનું દૂધ ( ખાંડ વગરનું)

 પા (અડધા નું અડધું) કાપેલ લાલ મરચું (કેપ્સિકમ) 

 ૪ કાપેલ સ્ટ્રોબેરી

 અડધું કેળુ

 પા (અડધા ની અડધ) ચમચી હળદર

 તજ શેક

 અડધી ચમચી નાળિયેર તેલ

આ સ્મૂધી કેટલાક વધારાના શાકભાજીને તમારા ખોરાખમાં ઉમેરવાની એક સરસ રીત છે. માત્ર થોડી માત્રામાં કાપેલ લાલ મરચું (કેપ્સિકમ-bell pepper) સાથે,આ હિડન વેજી સ્મૂધી થોડી મસાલેદાર અને મીઠી બંને છે. હળદર એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી સંયોજનો સહિત અવિશ્વસનીય સ્વાસ્થ્ય લાભો ઉમેરે છે. વધારાના ફાયદા તરીકે, આ સ્મૂધી વિટામિન-સી થી અવિશ્વસનીય રીતે સમૃદ્ધ છે!

૫. લોડેડ ગ્રીન્સ સ્મૂધી

(૧ વાર પીવા માટે)

 ૧ કપ બદામનું દૂધ ( ખાંડ વગરનું)

 ૧ કપ પાલક

 ૧ કપ kale (કરચલીવાળા પાંદડાં વળી એક જાતની કોબીજ) ના પાન

 ૧ કેળુ

 અડધો નાનો એવોકાડો (જમરૂખ જેવું એક ફળ)

 જરૂર મુજબ બરફ

ફક્ત લીલોતરી ન ખાઓ, તેને પીવો પણ ! આ લોડેડ ગ્રીન્સ સ્મૂધી તમારા આહારમાં લીલોતરીનો તંદુરસ્ત ડોઝ પ્રદાન કરવા માટે કેલ અને પાલક બંનેને એક સાથે મિશ્રિત કરે છે.

કેળા અને એવોકાડો ઉમેરવાથી,આ સ્મૂધી સરળ અને ક્રીમી છે જ્યારે પોટેશિયમ, ફાઇબર અને તંદુરસ્ત ફેટી એસિડથી પણ સમૃદ્ધ છે.

સ્મૂધીઝ તમારા ફળો અને શાકભાજીના સેવનને વધારવાનો એક ઉત્તમ માર્ગ છે, જો કે, ડાયાબિટીસ ધરાવતા લોકોએ શર્કરા પ્રત્યેની તેમની સંવેદનશીલતાને કારણે તેઓ જે ઉત્પાદનોનો વપરાશ કરી રહ્યા છે તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.

ઉપરોક્ત પાંચ સ્મૂધી વાનગીઓ પોષક તત્વોથી ગાઢ અને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય-બંને છે - તે ડાયાબિટીસનું ખુબ સરસ રીતે સંચાલન કરવામાં પણ મદદ કરી શકે છે.


 Best Diabetes-Friendly Smoothies

Having diabetes is cause for concern, however it doesn’t mean that you need to eliminate all of your favorite foods from your diet completely.

While cutting back on carbohydrates and sugars is important for diabetics, complex carbohydrates, as well as the sugars found in fruits and vegetables, are not sugars to fear.

Though these ingredients still need to be monitored and limited to a degree, using fresh fruits and vegetables in smoothies is a great way to increase the overall nutrient content of your diet.

Why Smoothies Help Diabetics
There is no magical ingredient or precise reason why smoothies can help to aid in normalizing blood sugar levels for those with type 2 diabetes. Instead, it is an accumulation of things – from cleaning up one’s diet to increasing the number of nutrients in the body overall. Below are three reasons why smoothies help diabetics.


Weight Loss
Being overweight is a well-known contributor to type 2 diabetes. Those who can manage their weight through diet and exercise can effectively reduce their chances of ever getting type 2 diabetes and those who have it can manage and even reverse the disease.

Smoothies aid in weight loss by being a suitable meal replacement that still provides essential macronutrients as well as vitamins, minerals and other nutrients to increase the overall health of the body.

More Energy
Smoothies are like nature’s energy drink. Made with fresh fruits and vegetables that provide essential nutrients, smoothies can help to increase energy levels. This increase in energy can lead to exercise, which is another great way to lose weight as well as reverse diabetes.

Better Diet
Daily smoothies are a sure way to clean-up the diet from processed foods and artificial junk. Instead of a drive-through breakfast when crunched for time, a homemade smoothie can be made just as quickly and provides far more nutrition. Smoothies also make for a nutritious snack that can help to curb cravings and satisfy any hunger pangs until mealtime.

5 Smoothies For Diabetics
The below smoothies are all incredibly nutritious and are suitable for those with diabetes. Try incorporating at least one a day to increase your overall nutrition and help to improve your health and well-being!

1. Chocolate Spinach Smoothie🍃

Serves 1
2 cups spinach
1/2 cup strawberries
1/2 banana
1 scoop chocolate protein powder
1 teaspoon cinnamon
1 tablespoon flaxseed
1 tablespoon chia seeds
1 cup almond milk or water
ice, as need

This smoothie is a delicious balance of protein, carbs and fats. With essential omega-3 fatty acids that boost heart health and reduce inflammation, this Chocolate Spinach Smoothie is a chocolate treat that you can enjoy in the morning without any guilt!

Notes – Be sure to check the sugar content of the protein powder before using it.

2. Low Carb Strawberry Smoothie🍓
🥛
Serves 1


5 fresh strawberries
1 cup almond milk, unsweetened
1/2 cup plain Greek yogurt, 0% or 2%
stevia, to taste
handful ice

This smoothie is creamy and bursting with strawberry flavor. The use of plain Greek yogurt increase the protein content of this smoothie without much additional sugar, however the amount will vary depending on how much fat there is in the yogurt. Always read yogurt labels before purchasing to ensure you are selecting the one with the least amount of added sugars.

3. Oatmeal Breakfast Smoothie
🍌🥛
Serves 1



1/2 cup rolled oats
1 banana, frozen
1 cup almond milk, unsweetened
2 tablespoons flaxseed
1 teaspoon coffee extract

Instead of eating cooked oatmeal for breakfast, try adding it raw to your smoothie! This Oatmeal Breakfast Smoothie utilizes rolled oats for bulk and filling fiber, however with a high-speed blender the oats are blended smooth so you won’t even know they are in your drink.

4. Hidden Veggie Smoothie🍃🍓


Serves 1
1 cup almond milk, unsweetened
1/4 red bell pepper, sliced
4 strawberries, chopped
1/2 banana
1/4 teaspoon turmeric
shake cinnamon
1/2 tablespoon coconut oil

This smoothie is a great way to sneak in some extra vegetables. With just a small amount of red bell pepper, this Hidden Veggie Smoothie is both slightly spicy and sweet. Turmeric adds incredible health benefits including antioxidants and anti-inflammatory compounds. As an added bonus, this smoothie is incredibly rich in vitamin C!

5. Loaded Greens Smoothie🥑🥛

Serves 1
1 cup almond milk, unsweetened
1 cup spinach
1 cup kale, stems removed
1 banana
1/2 small avocado
ice, as needed

Don’t just eat your greens – drink them! This Loaded Greens Smoothie blends both kale and spinach together to provide a healthy dose of greens into your diet.

With the addition of banana and avocado, this smoothie is smooth and creamy while also being rich in potassium, fiber, and healthy fatty acids.

Smoothies are a great way to increase your fruit and vegetable intake, however, those with diabetes need to be wary of the products they are consuming due to their sensitivity to sugars.

The above five smoothie recipes are both nutrient-dense and suitable for diabetics – they might even help to further manage. 















Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???