some ways to live better when diagnosed with hypothyroidism(હાઇપોથાઇરોઇડિઝમ નું નિદાન થાય ત્યારે વધુ સારી રીતે જિંદગી જીવવાની કેટલીક રીતો) PART - 1
હાઇપોથાઇરોઇડિઝમ નું નિદાન થાય ત્યારે વધુ સારી રીતે જિંદગી જીવવાની કેટલીક રીતો:
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC
૧. જીવનશૈલીમાં ફેરફાર કરવાથી હાઇપોથાઇરોઇડિઝમ સુધારી શકે છે.
હા નિયમિત દવાની સાથે તંદુરસ્ત આહાર, નિયમિત કસરત, તણાવ રહિત જીવન
હાઇપોથાઇરોઇડિઝમ ના દર્દીને થાઇરોઇડ નું પ્રમાણ જાળવવા માં મદદ કરે છે.
૨. વધુ કસરત એ જીવનશૈલીમાં બીજો ફેરફાર છે જે તમને હાઇપોથાઇરોઇડિઝમ સાથેની જિંદગીમાં મોટો તફાવત લાવી શકે છે.
ધીરે ધીરે નવા વર્કઆઉટ રૂટિન શરૂ કરો.
ઓછી અસરવાળી એરોબિક કસરત જેમ કે ચાલવું, સાઇકલ ચલાવવી અથવા યોગ કરવો એ મદદ કરી શકે છે.
તાકાત વધારવા અને ફ્લેક્સિબિલિટી વધારવા ઉપરાંત યોગ પ્રેક્ટિસનો એક વધારાનો ફાયદો એ છે કે એ ઊંડા શ્વાસ લેવાની તકનીક નો છે જે મનને શાંત કરી શકે છે.
TAI CHI અથવા સમર્પિત ધ્યાન સાથે યોગ વર્ગો તણાવ અથવા ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે જે જ્યારે તમે હાઇપોથાઇરોઇડિઝમ ના દર્દી માટે મહત્વપૂર્ણ છે.
3. દરરોજ સ્વચ્છ, સંતુલિત આહાર લેવાનો પ્રયાસ કરો:-
વધુ પડતા વજનનું વહન ઇન્સ્યુલિન પ્રતિકાર તરફ દોરી શકે છે, જે હોર્મોનના સ્તરને અસર કરે છે.આથી શરીરનું વજન જાળવવુંએ તંદુરસ્ત સ્વસ્થ માટે જરૂરી છે.ઉપરાંત વધુ વજન વાળા લોકોને વધુ થાઇરોઇડ હોર્મોનની જરૂર પડી શકે છે.
બોર્ડરલાઇન થાઇરોઇડ ફંક્શન ધરાવતા મેદસ્વી લોકોમાં વજન ઘટાડ્યા પછી થાઇરોઇડની કામગીરીમાં સુધારો જોવા મળી શકે છે.
૪. યોગના ક્લાસ અથવા ધ્યાન સાથે સ્ટ્રેસનું સંચાલન કરો :-
સ્ટ્રેસ થાઇરોઇડ રિસેપ્ટર કોશિકાઓના થાઇરોઇડ હોર્મોન સામે પ્રતિકાર વધારી શકે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરી શકે છે.
૫. દરરોજ રાત્રે સમયસર પૂરતી ઊંઘ લેવી. :-
થાઇરોઇડ કાર્યનો સુધાર (ઓપ્ટિમાઇઝ) કરવામાં ઊંઘ મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
થાક એ હાઇપોથાઇરોઇડિઝમનું સામાન્ય લક્ષણ છે અને પૂરતી ઊંઘ ન લેવી એ તેને વધુ ખરાબ કરી શકે છે. એટલે જ્યારે તમને થાઇરોઇડ હોય ત્યારે પૂરતી ઊંઘ લેવી જોઈએ
૬. હાઇપોથાઇરોઇડિઝમને સારી રીતે સંચાલિત કરવાનું સૌથી મહત્ત્વનું પગલું એ છે કે તમારી થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ દવા બરાબર સૂચવ્યા મુજબ લેવી.
તમારી દવા ને સવારે ખાલી પેટે લો, દવા લીધા ના અડધા કલાક સુધીમાં ચા કે નાસ્તો કરવો નહિ.
7. કેટલાક વિશિષ્ટ પોષક તત્વો જે હાઇપોથાઇરોઇડિઝમ માટે ફાયદાકારક હોઈ શકે છે.
થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે આયોડિન જરૂરી છે.
વિટામિન બી થાઇરોઇડ કાર્ય માટે મહત્વપૂર્ણ છે.
થાઇરોઇડ હોર્મોનના ચયાપચય (મેટાબોલિઝમ) માટે સેલેનિયમ આવશ્યક છે.
ઝિંક થાઇરોઇડ હોર્મોનના સંશ્લેષણ કરવામાં મદદ કરે છે.
વિટામિન D TSH(ટીએસએચ)ના સ્તરમાં સુધારો કરે છે.
some ways to live better when diagnosed with hypothyroidism
1. Lifestyle changes can improve hypothyroidism
If you are not feeling well, there's much to be gained from focusing on a healthy diet, regular exercise, stress management and more to help you feel your best with hypothyroidism.
2. More exercise is another lifestyle change that can make a big difference in the way you feel.
Start new workout routines gradually because joint pain often accompanies hypothyroidism, stick with low - impact aerobic exercise such as walking, riding a stationary bike or yoga.
One of the added benefits of a yoga practice in addition to building strength and flexibility are gentle breathing techniques that can calm the mind.
Yoga classes along with TAI CHI or dedicated meditation can help reduce tension or anxiety which is important when you live with hypothyroidism.
3. Try to eat a clean, balanced diet every day:-
Choose to avoid any highly processed foods.
"learn to listen to your body and eat for good health"
Maintain a healthy body weight carrying too many pounds can lead to insulin resistance, which affects hormone levels.
Plus over weight people need more thyroid hormone.
Obese people with borderline thyroid function may see improvement in thyroid function after weight loss.
4. Manage stress with yoga classes or meditation :-
Stress can increase the resistance of thyroid receptor cells to thyroid hormone and weaken the immune system.
5. Practice restorative sleep habits every night:-
Sleep is critical in optimizing thyroid function because it helps to regulate the stress hormone cortisol.
Fatigue is a common symptom of hypothyroidism and not getting enough sleep can make worse. to sleep better when you have thyroid.
6. The most important step in managing hypothyroidism well is taking your thyroid hormone replacement medication exactly as prescribed.
"Take your medication first thing in the morning on an empty stomach".
Also wait to take vitamins containing IRON and CALCIUM or other medication like proton pump inhibitors for at least four hour.
Ensure the thyroid medication is absorbed fully.
SOME SPECIFIC NUTRIENTS THAT MAY BE BENEFICIAL FOR HYPOTHYROIDISM
IODINE is needed to make thyroid hormone
VITAMIN B is important for thyroid function
SELENIUM is essential for thyroid hormone metabolism.
ZINC helps synthesize for thyroid hormone.
VITAMIN D improves TSH levels.
Comments
Post a Comment