WHY BLACK JAMUN IS YOUR BESTIE!
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC જાંબુના આરોગ્યને લગતા લાભો આ ફળમાં અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ/રસાયણ હોય છે,જે નીચે મુજબ ના લાભ પ્રદાન કરે છે. ૧) બ્લડ સુગર ને નિયંત્રિત કરે છે :- ડાયાબિટીસ વિરોધી ગુણ ધરાવતા બીજમાં જામબોલીન (એક રસાયણ) છે,જેનાથી બ્લડ સુગર અને ગ્લાયકોસુરિયા (પેશાબમાં ખાંડ)માં નોંધપાત્ર લાંબા સમય સુધી ઘટાડો થાય છે. રાત્રીના ઉપવાસ પછીના બ્લડ સુગર (Impaired Blood Sugar) પરના લાભો :- જાંબુના બીજમાં ભરપૂર માત્રામાં એલ્કલોઈડ હોય છે જે હાઈપોગ્લાયસીમિયા(બ્લડ સુગરને નિયંત્રણ કરવા) ની ક્ષમતા ધરાવે છે. જાંબુ બીજનો પાવડર નિયમિતપણે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જાંબુમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ (બ્લડ સુગરને વધારવાની ક્ષમતા) ઓછી હોય છે જે તેને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સારો વિકલ્પ બનાવે છે ૨) હૃદય રોગ અટકાવે છે એલાજિક એસિડ/એલાગીટાનીન્સ, એન્થોસાયનિન્સ અને એન્થોસાયનિડિન્સ જેવા એન્ટિઓક્સિડન્ટ્સ/રસાયણો હોઈ છે જે કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવે છે જેથી પ્લેકની રચનાને ટાળે છે,જેના દ્વારા તે હૃદયરોગ અટકાવામાં ફાળો આપે છે. ૩) રોગપ્રતિકારક શ...