WHY BLACK JAMUN IS YOUR BESTIE!
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC
જાંબુના આરોગ્યને લગતા લાભો
આ ફળમાં અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ/રસાયણ હોય છે,જે નીચે મુજબ ના લાભ પ્રદાન કરે છે.
૧) બ્લડ સુગર ને નિયંત્રિત કરે છે :-
ડાયાબિટીસ વિરોધી ગુણ ધરાવતા બીજમાં જામબોલીન (એક રસાયણ) છે,જેનાથી બ્લડ સુગર અને ગ્લાયકોસુરિયા (પેશાબમાં ખાંડ)માં નોંધપાત્ર લાંબા સમય સુધી ઘટાડો થાય છે.
રાત્રીના ઉપવાસ પછીના બ્લડ સુગર (Impaired Blood Sugar) પરના લાભો :-જાંબુના બીજમાં ભરપૂર માત્રામાં એલ્કલોઈડ હોય છે જે હાઈપોગ્લાયસીમિયા(બ્લડ સુગરને નિયંત્રણ કરવા) ની ક્ષમતા ધરાવે છે.
જાંબુ બીજનો પાવડર નિયમિતપણે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
જાંબુમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ (બ્લડ સુગરને વધારવાની ક્ષમતા) ઓછી હોય છે જે તેને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સારો વિકલ્પ બનાવે છે
૨) હૃદય રોગ અટકાવે છે
એલાજિક એસિડ/એલાગીટાનીન્સ, એન્થોસાયનિન્સ અને એન્થોસાયનિડિન્સ જેવા એન્ટિઓક્સિડન્ટ્સ/રસાયણો હોઈ છે જે કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવે છે જેથી પ્લેકની રચનાને ટાળે છે,જેના દ્વારા તે હૃદયરોગ અટકાવામાં ફાળો આપે છે.
૩) રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંની શક્તિમાં સુધારો કરે છે
જાંબુમાં રહેલ કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વો જે રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંની તાકાતને વધારવામાં મદદ કરે છે.
૪) ચેપ અટકાવે છે
છોડ તેમજ ફળોમાં રહેલ માલિક એસિડ, ગેલિક એસિડ, ઓક્સેલિક એસિડ અને ટેનિન્સ જેવા સંયોજનો, તેમને મેલેરિયા વિરોધી, એન્ટિબેક્ટેરિયલ(ચેપ વિરોધી) અને ગેસ્ટ્રોપ્રોટેક્ટિવ (પેટને લગતી બીમારીથી બચાવતા) ગુણધર્મો પ્રદાન છે.
૫) ગેસ્ટ્રિક ડિસઓર્ડર ( પેટને લગતી બીમારી)ની સારવાર કરે છે
જાંબુનો રસ આંતરડાની કુદરતી હિલચાલ/ગતિને ઉત્તેજિત કરવા માટે ઉત્તમ છે.
૬) દાંત અને પેઢાંને મજબૂત બનાવે છે.
જાંબુના પાનમાં પ્રકૃતિક એન્ટીબેક્ટેરિયલ હોય છે તેથી તેના પાવડરનો નિયમિતપણે ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરવાથી દાંત અને પેઢાંને મજબૂત બનાવવામાં મદદ મળે છે.
તે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં પણ મદદ કરે છે.
૭) કુદરતી રીતે લોહીશુદ્ધ કરે છે અને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે
જાંબુમાં એન્ટિઓક્સિડન્ટ્સ, ફ્લેવોનોઇડ્સ હોય છે અને તે આયર્નથી પણ સમૃદ્ધ હોય છે જે તેને એક સારું રક્ત શુદ્ધિકરક (બ્લડ પ્યુરિફાયર) બનાવે છે કારણ કે તે આખા શરીરમાં સારી માત્રામાં હિમોગ્લોબિન સાથે ઓક્સિજનયુક્ત લોહીનો પુરવઠો સુનિશ્ચિત કરે છે.
૮) ત્વચા અને આંખોને સ્વસ્થ રાખે છે
જાંબુમાં રહેલ સારી માત્રામાં વિટામિન્સ જેમ કે A અને C તેમજ મિનરલ્સ જે આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
૯) શ્વસન સંબંધી વિકૃતિઓ મટાડે છે
જાબુંની છાલનું પાણી (થોડી છાલને પાણીમાં ઉકાળો) અસ્થમા/દમ અને બ્રોન્કાઇટિસ જેવા શ્વસન સંબંધી વિકારોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તેનો ઉપયોગ મોઢાના ચાંદા, પેઢાના દુખાવા અને સ્ટેમેટીટીસની સારવાર માટે પણ થાય છે.
૧૦) કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે
જાંબુમાં પોલિફિનોલ્સમાં એન્થોસાયનિન, ફ્લેવોનોઇડ, એલાજિક એસિડ અને ગેલિક એસિડ હોય છે જે કેન્સરના કોષો સામે લડવા માટે જાણીતા છે.
જાંબુ ખાવાની રીતો
ફ્રૂટ સલાડ, જાંબુ કા સિરકા, જાંબુના બીજનો પાવડર, પાંદડાનો પાવડર, જાંબુનો રસ, જામ, મુરુમ્બા, જેલી, અથાણાં, ચટણી વગેરે જેવી અનેક રીતે જાંબુનો આનંદ માણી શકાય છે.
ડાયાબિટીસ ધરાવતા લોકો એક દિવસમાં ૬-૭ જાંબુના ફળોનું સેવન કરી શકે છે.
મરડો થી પીડાતા લોકોને જાંબુના પાંદડાની ઝીણી પેસ્ટ આપી શકાય છે.
જાંબુના સેવનમાં થોડી સાવચેતી જરૂરી છે.
જાંબુ ખાલી પેટે ન ખાવું જોઈએ અને ભોજન પછી જ લેવું જોઈએ.
જાંબુ ખાવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા અને પછી દૂધ પીવાનું ટાળો.
જાંબુની ખટાશ દૂધની ગુણવત્તાને અસર કરે છે.જો જાંબુ અને દૂધને એક સાથે ખાવામાં આવે તો અપચો અને અન્ય પાચનની સમસ્યાઓ થઈ શકે છે.
HEALTH BENEFITS
This fruit contains several bioactive phytochemicals.
1) REGULATES BLOOD SUGAR :-
anti-diabetic action is jambolin ( a chemical) in the seed.
cause a marked prolonged decrease in blood sugar and glycosuria ( sugar in urine)
impaired fasting glucose
jamun seeds are rich in alkaloids which have hypoglycemia effects.
seeds powder regularly helps in regulating blood sugar
jamun has a low glycemic index which makes it a good option for people with diabetes
2) PREVENT HEART DISEASES
antioxidant like ellagic acid/ellagitannins, anthocyanins and anthocyanidins which prevent oxidation of cholesterol and plaque formation that contributes to heart disease.
3) IMPROVES IMMUNITY AND BONE STRENGHT
amount of nutrients like calcium, iron, potassium and vitamin c which help boost immunity and bone strength.
4) PREVENT INFECTION
compounds like malic acid, gallic acid, oxalic acid and tannins which gives the plant as well as the fruits antimalarial, antibacterial and gastroprotective properties.
5) TREATS GASTRIC DISORDERS
jamun juice is excellent for stimulating natural bowel movement.
6) STRENGTHENS TEETH AND GUMS
jamun leaves are antibacterial in nature thus using its powder as a tooth paste regularly helps in strengthening the teeth and gums.
it also aids in eliminating bad breath.
7) NATURALLY PURIFIES BLOOD AND HAS ANTI-AGEING PROPERTIES
jamun has antioxidants, flavonoids and is rich in iron which makes it a good blood purifier as it ensures oxygenated blood supply with good amount of hemoglobin throughout the body.
8) KEEPS SKIN AND EYES HEALTHY
good amount of vitamins like A and C as well as minerals which are very beneficial for the eyes and skin.
9) CURES RESPIRATORY DISORDERS
jamun bark water (boil some bark in water) help managing respiratory disorders like asthma and bronchitis.
it also used to treat mouth ulceration, gum pain and stomatitis.
10) MAY HELP PREVENT CANCER
polyphenols in jamun contain anthocyanin, flavonoid, ellagic acid and gallic acid which are known to fight cancer cells.
WAYS TO EAT JAMUN
jamun can be enjoyed in a number of ways such as fruit salad, jamun ka sirka, jamun seed powder, leaves powder, jamun juice, jam, Murrumba, jellies, pickles, chantey etc.
people with diabetes can consume 6-7 jamun fruits in a day.
a fine past of jamun leaves can be administered to people suffering from dysentery.
CAUTION IS NECESSARY
jamun should not be eaten on an empty stomach and should only be taken after meals.
avoid drinking milk at least one hour before and after eating jamun.
the sourness of jamun affects the milk quality.
if jamun and milk are eaten together the milk curdles and may lead to indigestion and other digestive problem.
Comments
Post a Comment