કારેલાના આરોગ્યને લગતા લાભો / Karela's health benefits

 

BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC
                
                                 કારેલા

                                 
કારેલાના આરોગ્યને લગતા લાભો

કરેલામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી(સોજા વિરોધી) ગુણ હોય છે.કારેલામાં કેલરી, ચરબી અને કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે અને ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં હોય છે,જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફાઇબર નું પ્રમાણ વધારે હોવાથી તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

તે એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત હોવાથી, તે રોગપ્રતિકારક શક્તિવધારવામાં મદદ કરે છે અને ત્વચા માટે પણ સારું છે. 

તે વૃદ્ધત્વ, ખીલ, સોરાયસિસ વગેરે જેવી ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર કરવામાં મદદ કરે છે.

તે ફાઇબરથી ભરપૂર હોવાથી અપચો અને કબજિયાતની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

કારેલામાં વિટામિન સી ભરપૂર હોવાથી સંધિવાથી થતા દુખાવાને ઓછો કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

કારેલામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશર/રક્ત ચાપ ને ઘટાડવામાં અને જાળવવામાં મદદ કરે છે.

કારેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

કારેલા અને ટાઇપ ૨ ડાયાબિટીસ


કારેલામાં ૩ સક્રિય પદાર્થો હોય છે જેમાં ડાયાબિટીસ વિરોધી ગુણ હોય છે.ચારેન્ટિન, વિસિન અને ઇન્સ્યુલિન જેવા પોલિપેપ્ટાઇડ-પી કારેલામાં સારા પ્રમાણમાં રહેલા છે. પોલિપેપ્ટાઇડ-પી એ વનસ્પતિ ઇન્સ્યુલિન છે જે લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે.

તેમાં રહેલ ચારેન્ટિન હાઇપોગ્લાયસેમિક(રક્ત માં શર્કરાનું પ્રમાણ ઘટાડતા રસાયણ) એજન્ટ છે. ચારાન્ટીન તેમની આ મહત્વપૂર્ણ ભૂમિકા એડિપોઝ/કોષો અને સ્નાયુપેશીઓ દ્વારા ગ્લુકોઝનું સેવન વધારી ને કરે છે.

તે આંતરડામાંથી ગ્લુકોઝનું શોષણ ઘટાડે છે,અને યકૃતમાંથી થતા ગ્લુકોઝના ઉત્પાદનને ઘટાડે છે. 

આ ૩ સંયોજનો સાથે મળીને લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડવા માટે જવાબદાર છે.

કારેલાનું સેવન કેવી રીતે કરવું


કારેલાનું શાક તરીકે સેવન કરી શકાય છે. તેને સ્મૂધી,સૂપ,જ્યુસ અથવા અથાણામાં પણ ઉમેરી શકાય છે. 

પાન, બીજ અને વેલોનો ઉપયોગ પરંપરાગત દવાઓ અને વૈકલ્પિક દવાઓમાં થાય છે. 

કારેલાની ચિપ્સ એક લોકપ્રિય નાસ્તો છે. કારેલા પાવડરને રોટલીના લોટમાં પણ ઉમેરી શકાય છે.

સાવચેતીનાં પગલાં

કારેલાનું વારંવાર અથવા વધુ સેવન કરવાથી પેટમાં અસ્વસ્થતા, પેટમાં દુખાવો અને ક્યારેક ઝાડા થઈ શકે છે.


Health benefits of karela


1) Karela has anti-inflammatory properties Karela is low in calories, fat and carbohydrates and loaded with fibers, helps in reducing weight. As it is high in fiber, it makes you feel full for long.

2) As it is an excellent source of antioxidants, it helps to boost your immunity and is good for the skin. It helps in treating various skin problems like ageing, acne, psoriasis etc.

3) It helps in relieving indigestion and constipation problems as it is rich in fiber.

4) As karela is loaded with vitamin C, it is very helpful to lower the pain caused by gout.

5) Potassium present in bitter gourd helps to reduce or maintain blood pressure.

Karela helps to lower bad cholesterol.


Karela and Type 2 Diabetes


Karela contains 3 active substances that have anti-diabetic properties. These are charantin, vicine and insulin like substance polypeptide-p. Polypeptide-p is plant insulin known to lower the blood sugar levels. It contains charantin which is a hypoglycemic agent. The important role of charantin is to increase the glucose uptake by adipose or muscle tissues and inhibit glucose absorption from intestine and glucose production from liver. These 3 compounds together may be responsible for lowering of blood sugar levels.

How to consume karela


Karela can be consumed as a vegetable. It can be added to smoothies or soups or juices or pickles. The leaves, seeds and vine are used in traditional medicines and alternative medicines. Karela chips are a popular snack. Karela powder can be added to chapatti flour.

precautions

Karela can cause abdominal discomfort, abdomen pain and sometimes diarrhoea when consumed frequently or in excess.






Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???