ફાઇબર શું છે? અને શા માટે તેને તમારા દૈનિક આહારનો એક ભાગ બનાવવાની જરૂર છે! / What is fiber? And why it needs to be made a part of your daily diet!

ફાઇબર શું છે? અને શા માટે તેને તમારા દૈનિક આહારનો એક ભાગ બનાવવાની જરૂર છે!

BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC


તે ખોરાકમાનો સૌથી ઓછો દરજ્જો ધરાવતો ભાગ છે. તે તમને સ્વાદ, ટેંગ (ઉગ્ર વાસ) અથવા રોમાંચ આપતું નથી. તે તમને ઊર્જા આપતું નથી અથવા થાકને ઓછો કરવામાં મદદ કરતું નથી. તે સૂક્ષ્મ પોષક તત્વો અથવા કેલરી પણ આપતું નથી.

 તેને તોડી ને તેનો ઉપયોગ કરતું નથી. તેમ છતાં તે તમારા સ્વાસ્થ્ય અને કાર્યકારી ચયાપચય માટે
અત્યંત આવશ્યક છે.

આજે આપણા વધુને વધુ ખોરાક પર ઔદ્યોગિક પ્રક્રિયા કરવામાં આવે છે, તેથી તે આપણા
આહારમાંથી બહાર નીકળી રહ્યું છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તેનાથી સમૃદ્ધ આહાર, જીવન પરિવર્તનકારી બની
શકે છે. 

અહી આહારમાં રહેલા તંતુઓ(ડાયેટરી ફાઇબર્સ)ની વાત થઇ રહી છે,  અને તે મુખ્યત્વે ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ(Nut), બીજ અને કઠોળમાં જોવા મળે છે.

મોટાભાગના ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકમાં કેલરી, ખાંડ અને ચરબી ઓછી હોય છે,તેથી તે સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે.

અહીં આપણે ચર્ચા કરવાની છી કે ફાઇબર શું છે?, તે આપણને કેટલા સ્વાસ્થ્યના લાભો આપી શકે છે, આપણને
કેટલા આહાર ફાઇબર (ડાયેટરી ફાઇબરની) ની જરૂર છે, તે ક્યાં ખોરાક માંથી મળે છે. તે કેવી રીતે આપણા ખોરાકમાં ઉમેરવું જોઈએ અને શા માટે તેને આપણા આહારમાં શામેલ કરવું સરળ છે:

ફાઇબર શું છે?

આહારમાં રહેલા તંતુઓ(ડાયેટરી ફાઇબર્સ)એ છોડ/વનસ્પતિની કોશિકાની દિવાલના અપાચ્ય ઘટકો માનો એક છે.

આહારમાં રહેલ ફાઇબરનું માનવના નાના આંતરડામાં પાચન અને શોષણ થતું નથી,જયારે મોટા આંતરડામાં તેમનું સંપૂર્ણ અથવા આંશિક વિઘટન અને ઉપયોગ સૂક્ષ્મજીવાણુઓ દ્વારા કરવામાં આવે છે.

સાદા શબ્દોમાં કહીએ તો ફાઇબર અન્ય તમામ ખાદ્ય ઘટકો કરતાં અલગ હોય છે, જેમ કે ચરબી, પ્રોટીન અથવા
કાર્બોહાઇડ્રેટ કે જેને આપણું શરીર તોડી નાખે છે અને શોષી લે છે. 

ફાઇબર ધરાવતા ખોરાકમાં એવા વનસ્પતિના ભાગો શામેલ છે જેને આપણું શરીર પચાવી શકતું નથી અથવા શોષી શકતું નથી. તેના બદલે, તે આપણા પાચનતંત્ર (પેટ, નાનું આંતરડા અને મોટા આંતરડા)માંથી મોટાભાગે અકબંધ પસાર થાય છે અને મળના જથ્થામાં વધારો કરે છે.  તે પાચનતંત્રને વહેતું રાખે છે, જ્યાં સુધી તે આપણા શરીરની બહાર ન આવે. ફાઇબર્સ શરીરના સ્પોન્જ અને સાવરણી જેવા હોય છે, જે આપણા પાચનતંત્રને દરરોજ સાફ કરે છે.

બીજાથી અલગ

ફાઇબર્સમાં કેટલાક આંતરિક ગુણધર્મો હોય છે જે તેમને અન્ય ખોરાકથી અલગ બનાવે છે. શરૂઆતમાં, તેઓ દ્રાવ્ય અથવા અદ્રાવ્ય હોઈ શકે છે. 

દરેક જઠરાંત્રિય માર્ગમાં અલગ અલગ રીતે કાર્ય કરે છે - સ્પોન્જ ની જેમ દ્રાવ્ય ફાઇબર અને સાવરણી ની જેમ અદ્રાવ્ય ફાઇબર - અને શરીરને જુદી જુદી રીતે લાભ આપે છે.

દ્રાવ્ય ફાઇબર પાણીને શોષીને જેલ જેવો પદાર્થ બનાવે છે જે ખોરાક સાથે મિશ્રણ થઇ ને ગ્લુકોઝ પાચનના દરને ધીમો કરે છે જેના પરિણામે લોહીના ગ્લુકોઝનું શોષણ ઘટાડે છે.

દ્રાવ્ય ફાઇબર વટાણા, કઠોળ, સફરજન, ખાટા ફળો, ગાજર, ઓટ્સ, જવ વગેરેમાં જોવા મળે છે.

અદ્રાવ્ય ફાઇબર મુખ્યત્વે છોડ/વનસ્પતિના પાંદડા, છાલ અને આખા અનાજના આવરણ/ફોતરામાં મળે છે. 

તે પાણીમાં ઓગળતું નથી, પણ તે પોતાનું વજન કરતા અનેક ગણું પાણી શોષી શકે છે, જેથી પાચન તંત્ર દ્વારા ખોરાકની હિલચાલને પ્રોત્સાહન આપે છે.

જેમના કારણે તે કબજિયાત અથવા અનિયમિત મળ સાથે સંઘર્ષ કરનારા લોકોને લાભ પહોંચાડે છે.આખા ઘઉંનો લોટ, બદામ/Nuts, કઠોળ અને શાકભાજી, જેમ કે ફૂલકોબી, લીલા કઠોળ અને બટાકા, અદ્રાવ્ય ફાઇબરના સારા સ્ત્રોત છે.

ફાઇબર્સની સ્વસ્થમાટેની ભૂમિકાઓ-

ફાઇબર્સ પાચનતંત્રમાં અનેક ઘટનાઓને નિયંત્રિત કરવામાં અનોખી ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે:

મંદ પ્રક્રિયાઓ/Slowdown -

1. તમામ પ્રકારના દ્રાવ્ય રેસા/ફાઇબર્સ પાણીને આકર્ષે છે અને પાચન દરમિયાન જેલ જેવો પદાર્થ બનાવે છે,જે
તેમની અંદર કાર્બોહાઇડ્રેટને ફસાવી લે છે,આથીતે ગ્લુકોઝના પાચન અને શોષણને ધીમું કરે છે.ધીમી
પાચનક્રિયાથી આપણા શરીરને ખોરાકમાંથી ખાંડ (ગ્લુકોઝ) શોષવામાં વધુ સમય લાગે છે.જેમના કારણે
લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપી થતા વધારાને અટકાવવામાં મદદ કરે છે,જે ડાયાબિટીસના સંચાલનમાંનો એક
મહત્વપૂર્ણ ભાગ છે.

2. દ્રાવ્ય રેસાઓ ફેટી એસિડ સાથે પણ જોડાય છે અને તેમને શરીરમાંથી બહાર કાઢે છે જેથી એલડીએલ
(ખરાબ) કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. અદ્રાવ્ય રેસાઓ આંતરડામાંથી કચરાને હાઇડ્રેટ કરવામાં અને
તેમનો નિકાલ કરવામાં મદદ કરે છે.

3. કેટલાક અભ્યાસોમાં દર્શાવ્યું છે કે ડાયેટરી ફાઈબર ડાયાબિટીસ, શરીરનું વજન, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલના નિયંત્રણ પર હકારાત્મક અસર કરે છે.

પરિવહન(ટ્રાન્ઝિટ) સમય-

1. મોઢાથી ગુદા સુધીની સફર પૂર્ણ કરવા માટે ખોરાક દ્વારા જે સમય લાગે છે તેને સંક્રમણ સમય કહેવામાં આવે
છે. 

તંદુરસ્ત પાચન તંત્રમાં તે એક મુખ્ય પરિબળ છે કારણ કે જેટલો લાંબો સમય ખોરાક આંતરડામાંથી પસાર
થાય છે, તેટલા વધુ હાનિકારક બેક્ટેરિયલ ઉત્પાદનો ઉત્પન્ન થાય છે. જ્યારે પરિવહનનો સમય ઓછો હોય
છે, ત્યારે કોલોન તેની આંતરિક સપાટીને નવીકરણ કરવામાં સક્ષમ હોય છે, જે તંદુરસ્ત આંતરડાની દિવાલની
નિશાની છે.

2. પરિવહન(ટ્રાન્ઝિટ)નો સમય વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે,પરંતુ સામાન્ય રીતે ફાઇબરયુક્ત આહાર ધરાવતી વ્યક્તિ માટે લગભગ 24 કલાક હોય છે. 

એવું જાણવા મળ્યું છે કે ફાઇબર પરિવહન સમયને ટૂંકાવીને મોટ આંતરડાના કેન્સરમાં રક્ષણાત્મક 
પરિબળ તરીકે કામ કરી શકે છે,  આમ કાર્સિનોજેન્સકેન્સર કારક પદાર્થ)ની રચના અને ક્રિયા માટેનો સમય ઘટાડી શકે છે.

આથો/Fermentation-

1. આ એક પ્રક્રિયા છે જેમાં ખોરાક (મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ) વિઘટિત થાય છે અને સૂક્ષ્મજીવાણુઓ દ્વારા તેનો
ઉપયોગ કરવામાં આવે છે. તે સમગ્ર જઠરાંત્રિય માર્ગમાં થાય છે પરંતુ આ પ્રક્રિયા મોટા આંતરડામાં સૌથી વધુ
થાઈ છે, જેમાં મોટી સંખ્યામાં બેક્ટેરિયા હોય છે. 

કેટલાક આહાર તંતુઓને ઝડપથી આથો લાવી શકાય છે, કેટલાકમાં ધીરે ધીરે આથો આવે છે, અને કેટલાક જેમાં ભાગ્યે જ આથો આવે છે.

2. તંતુઓનો આથો(ફેરમેનટેશન) ભૂખની તૃપ્તિમાં વધારો કરે છે, લોહીની ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે,
આંતરડા સંબંધિત રોગો તેમજ કેટલાક મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ ઘટાડે છે, જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ,
ક્રોનિક કિડની રોગ અને પ્રણાલીગત બળતરા(સિસ્ટેમેટિક ઇન્ફ્લેમેશન) અને આંતરડાના એકંદર સ્વાસ્થ્યમાં
વધારો થાય છે. 

ઓછામાં ઓછા આથો લાવી શકાય તેવા રેસાઓ મળના ઉત્પાદનમાં વધારો કરવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. 

તેની સ્ટૂલ-બલ્કિંગ અસર દ્વારા, ફાઇબર ફેકલ કાર્સિનોજેન્સ(કેન્સર કારક પદાર્થ)ની સાંદ્રતા પણ ઘટાડે છે, આંતરડાની દિવાલ સાથે કાર્સિનોજેનનો સંપર્ક ઘટાડે છે.

ઓછું વધુ છે-

1. ફાઈબરથી ભરપૂર ખોરાકમાં ઊર્જાની ઘનતા ઓછી હોય છે, ઘણી વખત ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. પણ
જથ્થામાં વધુ હોય છે અને સૂક્ષ્મ પોષકતત્વોમાં સમૃદ્ધ હોય છે. 

આ ખોરાકના આ મોટા સમૂહને ખાવામાં લાંબો સમય લાગે છે, પેટમાં તેની હાજરી સંતૃપ્તિની લાગણી લાવે છે,અને વધુ પડતું ખાવાનું અટકાવે છે. ખોરાકપસાર થવાની ઝડપમાં વધારો કરે છે, નિયમિત અને મોટા પ્રમાણમાં મળનો નિકાલ કરે છે.

2. એવું સૂચવવામાં આવે છે કે તંદુરસ્ત પુખ્ત વયના લોકોએ દરરોજ ૨૦ થી ૩૫ ગ્રામ ડાયેટરી ફાઇબર ખાવું
જોઈએ. અનાજ એ ડાયેટરી ફાઇબરનું મુખ્ય સ્ત્રોત છે, જે સામાન્ય રીતે ફાઇબરના સેવનના ૫0 ટકાથી વધુ
ફાળો આપે છે, ૩0-૪0 ટકા ડાયેટરી ફાઇબર શાકભાજીમાંથી આવી શકે છે, ફળોમાંથી લગભગ ૧૬ ટકા અને
બાકીના ૩ ટકા અન્ય નાના સ્ત્રોતોમાંથી આવે છે.



What Is Fiber and Why You Need to Make It A Part of Your Daily Diet


It’s the most underrated of foods. It doesn’t give you taste, tang or thrill. It doesn’t give you energy or help you beat fatigue. It doesn’t give you micronutrients or calories. Your body doesn’t break it down or use it. Yet it is absolutely essential for your health and functioning metabolism. But because more and more of our foods are industrially processed today, it is going out of our diets. For people with diabetes, a diet enriched with it can be a life-changer.

We are talking of dietary fibers, also known as roughage or bulk, and found mainly in fruits, vegetables, whole grains, nuts, seeds and legumes. Most high-fiber foods tend to be low in calories, sugar, and fat, so they are generally healthy. Here we discuss what fiber is all about, the immense health benefits it can bring, how much dietary fiber you need, the foods that contain it, and how to add them to and why it is easy to incorporate it into your diet:


WHAT IS FIBRE?


Dietary fiber : - non-digestible components of the plant cell wall
dietary fiber as the edible parts of plant that are resistant to digestion and absorption in the human small intestine, with complete or partial decomposition and utilization by microbes in the large intestine.

In plain words, fiber is different from all other food components, such as fats, proteins or carbohydrates that your body breaks down and absorbs. Fiber includes the parts of plant foods that your body cannot digest or absorb. Instead, it passes relatively intact through your digestive system—the stomach, small intestine and colon—increasing stool bulk, keeping the digestive tract flowing, until it is out of your body. Fibers are like the body’s sponge and broom, that cleanse out your gastric system daily.

DIFFERENT FROM OTHERS


Fibers have some intrinsic properties that make them different from other food. To begin with, they can be soluble or insoluble. Each acts differently in the gastrointestinal tract—soluble fiber like a sponge and insoluble fiber like a broom—and benefits the body in different ways. Soluble fiber absorbs water to form a gel-like material, mixes the food, slows down the rate of glucose digestion and consequent absorption in the bloodstream. It is found in peas, beans, apples, citrus fruits, carrots, oats, barley etc.

Insoluble fiber can be found mainly in plant leaves, peels, skins and the coverings of whole grains. It doesn’t dissolve in water, can absorb many times its own weight in water, promoting the movement of material through your digestive system and benefitting those who struggle with constipation or irregular stools. Whole-wheat flour, nuts, beans and vegetables, such as cauliflower, green beans and potatoes, are good sources of insoluble fiber.

THE ROLE FIBRES PLAY


Fibers play a unique role in controlling a number of events in the digestive tract. For instance:

Slowdown: All types of soluble fibers attract water and turns to gel during digestion, trapping carbohydrates and slowing the absorption of glucose. The slow digestion, so it takes longer for your body to absorb sugar (glucose) from the foods you eat. This helps prevent quick spikes in your blood sugar levels—an important part of managing diabetes. Soluble fibers also bind with fatty acids, flushing them out of the body and helping to lower LDL (bad) cholesterol. Insoluble fibers help hydrate and move waste through your intestines.
Several studies have shown that dietary fiber has a positive effect on the control of diabetes, body weight, blood pressure, heart disease and low-density lipoprotein cholesterol.

Transit time: The length of time taken by food to complete the trip from mouth to anus is called transit time. It is a key factor in a healthy digestive system because the longer food takes to pass through the colon, the more harmful bacterial products are produced. When the transit time is shorter, the colon is able to renew its inner surface, a sign of a healthier intestinal wall. Transit time varies from person to person but is usually around 24 hours for someone with a fiber-rich diet. It has been found that fiber may act as a protective factor in cancer of the large bowel by shortening transit time, thus reducing the time for formation and action of carcinogens.

Fermentation: A process when food (mainly carbohydrates) is decomposed and utilized by microbes. It takes place throughout the gastrointestinal tract but is highest in the large intestine, which contains huge numbers of bacteria. Some dietary fibers can be rapidly fermented, some are more slowly fermented, and some that are hardly fermented. The fermentation of fibers increase satiety, lower blood fat and cholesterol, reduce the risk of colon-related diseases as well as some metabolic syndromes, such as obesity, diabetes, chronic kidney disease, and systemic inflammation and give a boost in overall gut health. The least fermentable fibers are the most likely to increase stool output. Through its stool-bulking effect, fiber also lowers the concentration of faucal carcinogens, reducing carcinogen contact with the gut wall.

Less is more: A fiber-rich diet is lower in energy density, often has a lower fat content, is larger in volume and is richer in micronutrients. This larger mass of food takes longer to eat, its presence in the stomach brings a feeling of satiety, prevents overeating, speeds the passage of foods, facilitates regularity and bulk to stool. It is suggested that healthy adults should eat between 20 and 35 g of dietary fiber each day. Cereals are one of the main sources of dietary fiber, typically contributing more than 50 per cent of the fiber intake, 30–40 per cent dietary fiber may come from vegetables, about 16 per cent from fruits and the remaining 3 per cent from other minor sources.


Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???