“Signs Your Metabolism Is Slow” and how you can improve//બેઠાડૂં જીવનશૈલી કેવી રીતે મેટાબોલિઝમ ધીમું કરે છે?અને કઈ રીતે એને સુધારવું
BY DIETICIAN RIZALA KALYANI બેઠાડૂં જીવનશૈલી (Sedentary Lifestyle) કેવી રીતે મેટાબોલિઝમ ધીમું કરે છે?અને કઈ રીતે એને સુધારવું આજકાલની જીવનશૈલીમાં લોકોનું દૈનિક ચાલવું-ફરવું ખૂબ ઓછું થઈ ગયું છે. લાંબા સમય સુધી ઓફિસમાં બેસવું, મોબાઈલ-ટીવીનો વધુ ઉપયોગ, વાહનો પર વધારે નિર્ભરતા અને કસરતનો અભાવ — આ બધું શરીરના મેટાબોલિઝમને ધીમું કરી શકે છે. ધીમું મેટાબોલિઝમ માત્ર વજન વધારતું નથી, પરંતુ થાક, શુગર, બ્લડ પ્રેશર અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે. મેટાબોલિઝમ શું છે? મેટાબોલિઝમ એ શરીરની એવી પ્રક્રિયા છે જેમાં આપણે ખાધેલું ખોરાક ઊર્જામાં બદલાય છે. સારો મેટાબોલિઝમ મદદ કરે છે: કેલરી બર્ન કરવામાં ઊર્જા જાળવવામાં વજન નિયંત્રિત રાખવામાં હોર્મોન બેલેન્સમાં બેઠાડૂં જીવનશૈલી એટલે શું? જ્યારે વ્યક્તિ: લાંબા સમય સુધી બેસી રહે ઓછું ચાલે-ફરે નિયમિત કસરત ન કરે દિવસભર સ્ક્રીન સામે રહે ત્યારે તેને બેઠાડૂં જીવનશૈલી કહેવાય. સામાન્ય ઉદાહરણ: ઓફિસમાં 8–10 કલાક બેસીને કામ કલાકો સુધી ટીવી જોવું થોડી દૂરી માટે પણ વાહનનો ઉપયોગ સીડીઓના બદલે લિફ્ટનો ઉપયોગ બેઠાડૂં જીવનશૈલી મેટાબોલિઝમ કેવી રીતે ...